ABOUT US

About Giri Bapu

About Giri Bapu

Giri Bapu is the famous "શિવ કથાકાર" reciting "શિવ મહાપુરાણ કથા" in a simple and understandable language (specifically in Gujarati or Hindi). He has conducted more than 700 "શિવ મહાપુરાણ કથા" till date and keep contributing. He has conducted "શિવ મહાપુરાણ કથા" in various states of India, USA, Canada, UK and many other countries.

His "શિવ મહાપુરાણ કથા" includes various "પ્રસંગો" of Lord Shiva. He not only covers by reciting those "પ્રસંગો", but applications of them in social and personal life examples, which makes the audience to grasp them in a live way.

Giri Bapu is kind and polite in nature. He is involved in various social activities mentioned herewith.

પૂજ્ય ગિરી બાપુ વિશે

પૂજ્ય ગિરી બાપુ વિશે

પૂજ્ય ગિરી બાપુ એ પ્રખ્યાત શિવ કથાકાર છે કે જે સ્વ-મુખે શિવ મહાપુરાણ નું કથન શ્રોતાઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં કરે છે. પૂજ્ય ગિરી બાપુએ અત્યાર સુધી 400 કરતા પણ વધારે કથાઓનું પઠન કર્યું છે અને હજી પણ આ કથા-યજ્ઞ અવિરત ચાલુ છે. પૂજ્ય ગિરી બાપુએ શિવ મહાપુરાણ નું કથન ભારતના વિવિધ રાજ્યોમાં, યુ. એસ. એ., યુ. કે., કેનેડા અને બીજા ઘણા દેશોમાં કર્યું છે.

બાપુ ની શિવ મહાપુરાણ કથા મહાદેવના અનેક દિવ્ય પ્રસંગો નું લોકો સમક્ષ રસપાન કરાવે છે. કે જે ને સામાજિક અને રોજિંદા જીવન માં તેની ઉપયોગીતા અને ઉત્તમ જીવન જીવવાની શીખ રૂપે શ્રોતાઓ ને આનંદિત કરે છે.

પૂજ્ય ગિરી બાપુ અત્યંત પ્રેમાળ અને દયાળુ સ્વભાવ ધરાવે છે. જે કથા ની સાથે-સાથે અનેકવિધ સામાજિક સેવા પ્રવૃતિઓ માં જોડાયેલ છે.

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ એ પ્રકૃતિ અને સમાજ ની સેવા અને ઉત્થાનનું ઉમદા કાર્ય વર્ષો થી કરી રહ્યું છે. પૂજ્ય ગિરી બાપુના નમ્ર અને દુરન્દેશી માર્ગદર્શન હેઠળ બહુ-હેતુલક્ષી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે.

પ્રકૃતિના પૂજન અને જતન અર્થે પૂજ્ય ગિરી બાપુ દ્વારા એક લાખ બિલ્વ વૃક્ષો ના વાવેતર નો સંકલ્પ કરાયો છે. જેના અનેકાવિધ ફાયદાઓ માનવ સમાજ અને અબોલ પશુ-પંખીઓને થશે.

ટ્રસ્ટ દ્વારા અનેક ગાયોનું સંવર્ધન એક વિશાલ ગૌ -શાળા દ્વારા કરવામાં આવે છે. આ ગાયોનો ખ્યાલ ખુદ પૂજ્ય ગિરી બાપુ એકદમ પ્રેમાળ અને વાત્સલ્ય ભાવ થી કરતા - કરતા અતિ આનંદ અનુભવે છે.

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ જેવું જ ભવ્ય તીર્થ ભાડેશ્વર મહાદેવનું કામ જોર-શોર થી ટ્રસ્ટ દ્વારા શરૂ કરાવમાં આવ્યું છે. પૂજ્ય ગિરી બાપુ ની અત્યંત શ્રદ્ધા અને પ્રેમ આ સંકલ્પ ને સાકાર કરવામાં આધાર રૂપ છે.

"ભુખ્યાને ભોજન મળે", આ સૂત્રને સાકાર કરવા માટે, પૂજ્ય ગિરી બાપુ ના વાત્સલ્યની ઝલક સમી ભોજન શાળામાં કોઈ પણ ભૂખ્યું સંતોષની લાગણી અનુભવી ને ભોજન કરે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ઉપરાંત બીજી અનેક સમાજ ઉપયોગી પ્રવૃતિઓ અને સેવા કર્યો ટ્રસ્ટ દ્વારા કાયમી કરવામાં આવી રહ્યાં છે, જેનું પૂજ્ય ગિરી બાપુ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.